જુનાગઢના માંગરોળનાં શાપુર ગામે પત્થરની ખાણ મુદ્દે ગામ લોકો પરેશાન થતા મામલતદારને લેખીતમાં કરી રજૂઆત.

જુનાગઢ

માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બે રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરીયાદો ઉઠી છે અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધુળો ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઇ જાય છે અને પાકને પણ નુકસાન કરેછે જયારે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે શાપુર ગામનાં લોકોએ મામલતદાર માંગરોળને લેખીતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી છે માંગરોળના શાપુર ગામે પત્થરની ખાણની લીઝ બંધ કરવા મુદ્દે ગામલોકોએ મામલતદાર કચેરીએ લેખીત રજુઆત કરાઈ

મોટી સંખ્યામાં મહીલાઓ સહિત ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ.

આવેદનમાં જણાવ્યુ કે માંગરોળ તાલુકાના શાપુર ગામે બોરડીવાવા વિસ્તારમાં હાલમાં પત્થરની ખાણની કામગીરી શરૂઆત કરેલ હોય ત્યારે તેની આજુબાજુમાં ખેડુતો નો રહેણાક સાથે નાળિયેર ચીકુ ના બગીચા હોય જમીનમાં વાવેતર હોય જેથી આ પત્થરની ખાણો શરુ થશે તો આસપાસના ખેડુત લોકોને મોટે પાયે નુકસાન થાય અને પરિવારનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ પડી જાય તોબીજી તરફ આ ખાણ ના લીધે ઉડતી ધુળ અને અવાજનુ પ્રદુષણને લીધે બાળકોના અભ્યાસમાં પણ અસર પડી શકે ત્યારે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે રદ કરી સરકારની જોગવાઇ તથા નીતિ નિયમોનુસાર કાર્યવાહી કરવા લેખીત રજુઆત કરાઈ

રીપોર્ટર: પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)