જુનાગઢના માંગરોળ બંદર ખાતે ટર્ટલ એક્સક્લુડર ડિવાઈસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે NETFISH-MPEDA દ્વારા તારીખ 24 અને 25 જુલાઈ બે દિવસ “ટર્ટલ એક્સક્લુડર ડિવાઈસ” એટલે કે કાચબા છતકબારી જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું જેમા બોટ માલિકો માછીમારો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી માહિતી આપવામા આવી હતી.

USA દ્વારા ભારતીય જીંગા ખરીદવા ઉપર પ્રતિબંધ મુકેલ હોય, જે પ્રતિબંધ ને હટાવવા માછીમારો ને પોતાની જાળ મા ટર્ટલ એક્સક્લુડર ડિવાઈસ લગાવવા અનુરોધ કરાયો છે. ફીશ એક્સપોર્ટ બચાવવા અને UAS દ્વારા મુકાયેલ પ્રતિબંધ હટાવવા માછીમારો ને કાચબા છતકબારી પોતાના જાળ મા લગાવવા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમ મા NFDB મેમ્બર આદરણીય વેલજીભાઈ મસાણી, ખારવા સમાજ ના પટેલ પરસોતમભાઈ ખોરાવા, MPEDA VERAVAL ડાયરેક્ટર કિશોરકુમાર , ફીશરીઝ અધિકારી મયુરી બેન, CIFTના સાઈન્ટીશ ડો. ચેન્નાદુરાઈસર, બોટ એશોસીએસન ના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, હોડી એશોસીએસનના પ્રમુખ જીતેશભાઈ , NETFISH ના SCO જીજ્ઞેશભાઈ તેમજ બહોળી સંખ્યામાં બોટ માલીકો માછીમાર ભાઈઓએ હાજરી આપી હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)