જુનાગઢના માંગરોળ માત્રી મંદિર વિસ્તારમાં લાઈટની સમસ્યાને લઈ સ્થાનિકો pgvcl કચેરીએ દોડી આવ્યા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચોમાસાની સિઝનના પહેલા વરસાદ થી લઇ નાગદા ફીડર સહીત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇટ ની સમસ્યાઓ ની ફરીયાદો ઉઠી રહીછે ત્યારે શહેરમાં pgvcl ની પ્રિમોન્સુન ની કામગીરી પાણીમાં ગઈ હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

આજે માત્રી મંદિર વિસ્તારના સ્થાનિક લોકો યુવાનો લાઈટ ના વારંવાર ધાંધિયાથી કંટાળી પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા. સ્થાનિકો નુ કહેવુ છે કે છેલ્લા એક મહીનાથી દિવસ રાત ગમેત્યારે લાઇટ ગુલ્લ થઈ જાય અને લાઇટ આવે તો વોલ્ટેજ ઓછા વધુ આવવાની પણ સમસ્યા રહેતી હોયછે તેમજ ફરિયાદ અર્થે પીજીવીસીએલ કચેરીએ ફોન કરીએ તો ફોન રિસીવ થતો નથી ત્યારે બપોરના સમયે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવા પહોચ્યા હતા પરંતુ મહિનાનો બીજો શનિવાર હોવાથી કોઈ અધિકારી હાજર ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)