
જૂનાગઢ: શહેરના એમ.પી.શાહ સરકારી અંધશાળા, હાથીખાના મેદાન, એમ.જી. રોડ, જુનાગઢ દ્વારા નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ શાળામાં ૬થી ૧૮ વર્ષના “પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ” બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
સરકાર દ્વારા ચાલતી આ સંસ્થા “સમાજ સુરક્ષા ખાતું – ગુજરાત રાજ્ય”ના સંચાલન હેઠળ કાર્યરત છે. અહીં ધોરણ ૧થી ૮ સુધીનું બ્રેઇલ પદ્ધતિથી શિક્ષણ, ઉદ્યોગ અને સંગીતમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ શાળા સરકારી હોવાથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને અભ્યાસ સંબંધિત તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ માટે સૂચના આપવામાં આવી છે કે, તેઓ શાળાના આચાર્યનો પ્રત્યક્ષ સંપર્ક સવારે ૧૦:૦૦થી સાંજના ૦૫:૦૦ કલાક દરમિયાન કરી શકે છે.
વધુ માહિતી માટે સંપર્ક નં.: ૯૯૨૪૯૬૭૧૮૩
🖋 અહેવાલ:– નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ