જુનાગઢ સ્થિત કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજમાં 21મી જૂને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાયો હતો. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ પર આધારિત આ કાર્યક્રમ ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે યોજાયો હતો.
આ યોગ દિન કાર્યક્રમની અધ્યક્ષતા વેટરનરી કોલેજના આચાર્ય ડો. એમ. આર. ગડરીયાએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન બીજા વર્ષના વિદ્યાર્થી બારૈયા ધ્રુવિતા અને બારડ ખુશીએ યોગ પ્રશિક્ષક તરીકે યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.
કોલેજના NSS સ્વયંસેવકો, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓને મળીને કુલ 50થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. એ.બી. ઓડેદરા અને ડો. પી.જી. ડોડીયાએ કર્યું હતું, જેમણે સમગ્ર આયોજનને સફળતાપૂર્વક સંપૂર્ણતા સુધી પહોંચાડ્યું.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં યોગની જાગૃતિ તેમજ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ અભિમુખ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ