જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ દ્વારા જુનાગઢ શહેરના આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોની NIPUN BHARAT FLN ની એક તાલીમનું વડાલ કુમાર પ્રાથમિક શાળા વડાલ મુકામે આયોજન કરવામાં આવેલ.
ઉકત તાલીમમાં મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કાર્યકર બહેનો જાડાયેલ આ તાલીમમાં આઈ.સી.ડી.એસ. શાખા, મહનગરપાલિકા, જુનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી આશાબેન રાજ્યગુરુ તેમજ વર્ગ સંચાલક શ્રી ભરતભાઈ મેસિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત તાલીમમાં આંગણવાડીના બાળકોને ઉત્તમ રીતે કેમ તૈયાર કરવા તેવા વિષયો સામેલ કરવામાં આવ્યા હતા, જેમકે, બાળવાર્તા,બાળગીત, બાળરમત જેવા વિષયો સાથે ઉત્તમ તજજ્ઞો દ્વારા બે દિવસ આ તમામ વિષયો ઉપર ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવી.આ તાલીમનો ઉપયોગ આંગણવાડીને સક્ષમ બનાવવા માટે કાર્યકર બહેનો પોતાના વર્ગખંડમાં કરશે. આંગણવાડી કાર્યકર બહેનોને પોતપોતાની આંગણવાડી કેવી રીતે સક્ષમ બનાવીને ઉત્તમ કાર્ય કરી શકે તે માટે ઉપરોકત તાલીમ માં માર્ગદર્શન આપવામાં આવેલ આ તકે શ્રી વડાલ કુમાર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ વઘેરાએ આ તાલીમ દરમિયાન ખૂબ સારો સહકાર આપેલ તેમજ તમામ વ્યવસ્થાઓ સંભાળી હતી
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)