જુનાગઢમાં ગેરકાયદેસર દબાણો પર મોટી કાર્યવાહી: 3.15 કરોડના દબાણો દૂર!

જૂનાગઢ, 17 એપ્રિલ 2025
જુનાગઢ શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે પોલીસ અને મહાનગર પાલિકાની સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા અને ઇચા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ મિશન સફળતાપૂર્વક અમલમાં મુકાયું.

મધ્યરાત્રે શરૂ થયેલી કાર્યવાહીઃ

તા. 17/04/2025 ના રોજ મધ્યરાત્રે જુનાગઢ કોર્પોરેશનના સહયોગથી અલગ-अलग વિસ્તારોમાં ધાર્મિક તેમજ ગેંગ્સ દ્વારા કબ્જા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા.

દૂર કરાયેલા મુખ્ય ધાર્મિક દબાણો:

ક્રમાંકસ્થાનદબાણ વિસ્તારઅંદાજિત કિંમત
1સુફિયા બીબીમા દરગાહ – નરસિંહ તળાવ45 ચો.મી.₹32 લાખ
2મોમનામા દરગાહ – વિવેકાનંદ સર્કલ25 ચો.મી.₹7 લાખ
3Neemwale બાપુ હઝરત દરગાહ – ગાંધી ચોક35 ચો.મી.₹25 લાખ
કુલ105 ચો.મી.₹64 લાખ

અપરાધી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી:

  • GCTOC ગુનામાં મુખ્ય આરોપી રાજુ સોલંકીની ગેંગ સામે કુલ 26 ગુનાઓ નોંધાયા છે.
  • રાજુનો ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન સોલંકી સામે 9 ગુનાઓ છે.
  • તેના દ્રારા કબજાયેલ ખાડીયા વિસ્તારમાં મકાન, કમ્પાઉન્ડ હોલ અને દાતાર રોડની દુકાન, કુલ 450 ચો.મી. (અંદાજિત કિંમત ₹1.80 કરોડ) દબાણ દૂર કરાયું.

અન્ય મહત્વની કાર્યવાહી:

  • હુસેન ઇસ્માઇલ જાગા, જે વિરુદ્ધ 3 ગુનાઓ છે અને જે જયશ્રી રોડ પાસે ગેરકાયદેસર ગેરેજ ચલાવતો હતો, તેની 35 ચો.મી. (₹24 લાખ) દબાણ દૂર કરવામાં આવી.
  • અન્ય 5 દબાણો સાથે મળીને વધુ 95 ચો.મી. (₹47 લાખ) ના દબાણ દૂર.

કુલ કામગીરી:

  • દુર કરાયેલા દબાણોનું કુલ વિસ્તાર: 685 ચો.મી.
  • બજાર કિંમત પ્રમાણે અંદાજિત કુલ રકમ: ₹3.15 કરોડ

🔷 પોલીસનું સંદેશ:
શહેરમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો સહન નહીં થાય. જે પણ ગુનાહિત પ્રવૃતિઓમાં સંકળાયેલા હશે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રહેશે.


📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ