જુનાગઢ: ‘સી’ ડીવિઝન અને ‘એ’ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અને અન્ય ગુન્હાઓમાં કબ્જે કરાયેલા વાહનો જે લાંબા સમયથી પડતર હતા, કોર્ટના હુકમ મુજબ સરકાર ખાલસા કરવા માટે જાહેર હરાજી યોજાઈ.
🛑 હરાજી અંગેના મુખ્ય મુદ્દાઓ:
🔹 જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને જુનાગઢ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા ની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ હરાજી પ્રક્રીયા હાથ ધરાઈ.
🔹 પોલીસ સ્ટેશનમાં વર્ષો જૂના કબ્જે કરાયેલા વાહનો, જેમના માલિકોએ દાવો કર્યો ન હતો, તેમના માટે કાયદેસર કાર્યવાહી કરીને કોર્ટના સંકલનમાં રહી જાહેર હરાજીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી.
🔹 નોટિસ આપવામાં છતા માલિકો દ્વારા દાવો ન કરાતા તમામ વાહનો સરકાર દ્વારા ખાલસા કરવામાં આવ્યા.
🚗 હરાજી માટે રજૂ થયેલા વાહનો:
📌 ‘સી’ ડીવિઝન પોલીસ સ્ટેશન:
🔸 ટુ-વ્હીલર – ૩
🔸 થ્રી-વ્હીલર – ૧
🔸 ફોર-વ્હીલર – ૨
➡ કુલ – ૬ વાહનો
📌 ‘એ’ ડીવિઝન પોલીસ સ્ટેશન:
🔸 ટુ-વ્હીલર – ૧
🔸 થ્રી-વ્હીલર – ૧
➡ કુલ – ૨ વાહનો
📌 બન્ને પોલીસ સ્ટેશનોના કુલ વાહનો: ૮
📢 જાહેર હરાજી સમારંભ:
🟢 હરાજી M.T. શાખા, જૂનાગઢ ખાતે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ.
🟢 પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. સાવજ (સી. ડીવિઝન), આર.ટી.ઓ.શ્રી એમ.એસ. ઠાકોર અને વિશિષ્ટ અધિકારીઓની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા સંપન્ન થઈ.
🟢 કુલ ૧૯ વેપારીઓએ હરાજીમાં ભાગ લીધો અને ૮ વાહનોની કુલ રકમ ₹ ૮૪,૯૬૦/- ના ભાવમાં વેચાણ થયો.
🟢 પ્રાપ્ત રકમ સરકારના તિજોરીમાં જમા કરાવવામાં આવી.
👮♂️ હરાજી દરમિયાન હાજર અધિકારીઓ અને સ્ટાફ:
✅ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા
✅ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. સાવજ
✅ આર.એમ. પપાણીયા (RTO), M.S. ઠાકોર
✅ ક્રાઇમ રાઇટર હેડ જયેશભાઈ કળથીયા, એલ.જે. ટાંક
✅ પો. કોન્સ્ટેબલ મનિષાબેન પીઠીયા, ગોવિંદભાઈ ડાંગર વગેરે.
💠 આ હરાજી દ્વારા જૂનાગઢ શહેરના પોલીસ સ્ટેશનોમાં પડતર વાહનોનો વ્યવસ્થિત નિકાલ થયો, અને હરાજી પારદર્શક રીતે સંપન્ન કરવામાં આવી.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ