જુનાગઢમાં ભાજપ મહાનગર મહિલા મોરચા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય કરી ઉજવવામાં આવ્યો.

જૂનાગઢ તા.૧૫/૭ આજરોજ ગુજરાત સરકાર નાં મૃદુભાષી સંવેદનશીલ અને સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે મહિલા મોરચાનાં પ્રમુખશ્રી જ્યોતિબેન વાડોલીયા નાં નેતૃત્વમા જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કાર્યો કરી ઉજવવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓને નાસ્તો અને બિસ્કીટ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં જ્યોતિબેન સાથે પુર્વ પ્રમુખશ્રી કનકબેન વ્યાસ, મોરચાના મહામંત્રી શિતલબેન તન્ના, ઉપપ્રમુખ શારદાબેન કોટડીયા, મંત્રી ભાવનાબેન માળી, હમીદાબેન દલ ઉપરાંત જયશ્રીબેન જાની અને હેતલબેન ઉપસ્થિત રહ્યા હતાં.

આ બહેનોએ મૃદુસ્વભાવના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની દીર્ઘાયુની પ્રાર્થના સાથે જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા એક યાદીમાં જણાવે છે.

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)