જૂનાગઢ: ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢે સંજયનગર ખાતે એક પડતર મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 1209 બોટલ અને ટીન સાથે કુલ રૂ. 3,98,100 નો મુદામાલ કબ્જે કર્યો છે. આ કિસ્સામાં હિરો ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈ નામના આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
📍 ઘટના વિગતો:
- જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા અને ઇચા. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં દારૂના જથ્થા અને ગેરકાયદે હેરાફેરીના ગુનાઓને રોકવા માટે ખાસ ડ્રાઇવ ચાલી રહી છે.
- ક્રાઇમ બ્રાન્ચના પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા અને પો. કોન્સ. ચેતનસિંહ સોલંકીને ખાનગી બાતમી મળી કે હિરો ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈ, સંજયનગર વિસ્તારમાં ગ્રોફેડ ફાટક પાસે વાલ્મીકીવાસમાં દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરી રહ્યો છે.
- બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં 1209 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કીમત રૂ. 3,98,100 છે.
📌 આરોપી વિરુદ્ધ અગાઉના ગુનાઓ:
આ આરોપી હિરો ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે:
- એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 0295/2022 – પ્રોહીબીશન કલમ 65(ઈ), 81 વિરુદ્ધ
- એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 2440/2021 – પ્રોહીબીશન કલમ 65(ઈ), 81 વિરુદ્ધ
- બી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 0672/2023 – પ્રોહીબીશન કલમ 65(ઈ), 81 વિરુદ્ધ
- સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. I.75/2015 – IPC કલમ 302 વિરુદ્ધ
- એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 0272/2020 – પ્રોહીબીશન કલમ 65(ઈ), 81 વિરુદ્ધ
👮🏻♂️ સફળ કામગીરી કરનાર સ્ટાફ:
આ સફળ ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. જે.જે. પટેલ, એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ, પો. હેડ કોન્સ. જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા, પો. કોન્સ. દિપકભાઈ ચૌહાણ, ચેતનસિંહ સોલંકી અને પેરોલ ફર્લો સ્કવોડના દિપકભાઈ બડવા તથા ડ્રા. પો. હેડ કોન્સ. જગદિશભાઈ ભાટુનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો.
➡️ કેસની વધુ તપાસ ચાલુ છે અને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ