જુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાહતદરે વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરાયું.

જૂનાગઢ .
જુનાગઢ અંબિકા ચોક ખાતે આવેલ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે
જ્યાં સુધી ચોપડાનો સ્ટોક હશે ત્યાં સુધી દરરોજ સાંજના ૬ થી ૮ ના સમય દરમિયાન અંબિકા ચોક ખાતેથી ચોપડા વિતરણ કરવામાં આવશે

આ ચોપડા વિતરણ કાર્યક્રમ ને સફળ બનાવવા અર્થે શ્રી મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, કાજલબેન લાખાણી, દયાબેન માણેક,સરોજબેન જોષી કંચનબેન પરમાર, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, દીપલભાઈ રૂપારેલ, કે એસ પરમાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)