જુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ૧૦૦૦ કુટુંબોને સાતમ-આઠમ નિમિત્તે રાશન સાથે મીઠાઈ- ફરસાણનું વિતરણ કરાયું.

જૂનાગઢ

એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ સંવેદનાઓમાં ભારોભાર ઓટ આવી છે. કોઈ કોઈનું ભાવ પૂછવા વાળુ નથી. આવા સમયે જરૂરિયાતમંદ ગરિબ વર્ગનો ભાવ કોણ પૂછે છે ??? જરૂરિયાત સમયે સગા સંબંધીઓ પણ મોઢુ ફેરવી લેતા હોય છે. ત્યારે ખાસ કરીને વિધવા, ત્યક્તા, અને આર્થિક રીતે જરૂરિયાતમંદ ગરિબ પરિવારોની હાલત ખૂબ જ કફોડી થતી હોય છે.

આ કારમી મોંઘવારીમાં ઘણા ઘરે સાતમ આઠમના તહેવારો મા ગરીબ પરિવાર ના ઘરમાં ચૂલા પણ પ્રગટતા નહીં હોય. ત્યારે આવા સમયે હર્ષ અને ઉલ્લાસ સાથે આ પરિવારો પણ ઉજવણી કરી શકે તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૧૦૦૦કુટુંબોને મોહનથાળ, સોનપાપડી, ગાંઠિયા, ચવાણું, ચા, ખાંડ, લોટ, ખીચડી, તેલ, ફરાળી ચેવડો, શક્કરપારા, સેવ મમરા, બિસ્કીટ, સેવ- બુંદી, વિગેરે ફુલ ૨૨ જેટલી વસ્તુઓની કીટ બનાવી ને જુનાગઢ તેમજ આસપાસના ગામડાઓમાં તથા શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારો આ અવસર નો લાભ લઈ શકે અને તહેવારનો આનંદ લઈ શકે તે હેતુથી શ્રી મનસુખભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ, નિર્મળ વ્રજ ફાઉન્ડેશન, લેઉવા પટેલ મહિલા મંડળ સાથે ગિરીશભાઈ કોટેચા, પાથૅભાઈ કોટેચા, દિપલભાઈ રુપારેલીયા, મનીષભાઈ લોઢીયા, પ્રવિણાબેન ચોક્સી, વિજ્યાબેન લોઢીયા, પુષ્પાબેન પરમાર, અભયભાઈ ચોક્સી, દયાબેન માણેક, રમણીકભાઈ રાણીંગા, વજુભાઈ ધકાણ, બટુકબાપુ, રણછોડભાઈ ગોડફાડ, નાગભાઈ વાળા, અમુભાઈ પાનસુરીયા, ડો. ભરતભાઈ ઝાલાવડીયા, ડો. પ્રતીક્ષાબેન, ડો. રાબડીયા, ગાંડુભાઈ ઠેસીયા, નરસિંહભાઈ વાઘેલા, કિરીટભાઈ ગંગદેવ, લલીતભાઈ દોશી, કિરીટભાઈ રાણીંગા, નંદાભાઈ પરસાણા, હરસુખભાઈ વઘાસિયા, અશોકભાઈ મંગનાણી વિગેરે મહાનુભાવો અને દાતાશ્રીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

જુનાગઢ, વડાલ, સુખપુર, બામણગામ, ચોકી-સોરઠ, ભિયાળ, કેરાળા વિગેરે ગામના આગેવાનો દ્વારા જે તે ગામના પસંદ કરેલા આર્થિક રીતે નબળા પરિવારો ની અગાઉ થી યાદી કરી તેને આપવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, અરવિંદભાઈ મારડિયા, મુકેશગીરી મેઘનાથી, કે એસ પરમાર, કમલેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, મુળુભાઇ જોગલ, તેમજ અંધ દીકરીઓ દ્વારા આ કીટનું પેકિંગ કરેલ આમ આ સેવા યજ્ઞ ને સફળ બનાવવા માટે સૌએ યથાયોગ્ય જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)