જુનાગઢમાં હથિયાર અને કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો.

અસામાજિક તત્વો પર નક્કર કામગીરી હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મોટા રેકોર્ડ સાથે ઝડપે હાથ ધરી છે. જુનાગઢ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

અભિયાનના સુત્રધાર બન્યા હતા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જજાડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, જેમના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના PI જે.જે. પટેલ, ASI સરમણભાઈ સોલંકી તથા પો.હેડ કોન્સ. ઈન્દ્રજીરસિંહ ઝાલા સહિતની ટીમે ખૂફિયા માહિતીના આધારે દિપક કાંતિભાઈ ચોહાણ નામના શખ્સને આંબેડકરનગર, ખોડિયાર ચોક પાસેથી પકડી પાડ્યો હતો.

📍 આરોપી પાસેથી મળેલ મુદામાલ:

  • દેશી પિસ્તોલ (પીતલ બનાવટ) – 1, કિંમત: ₹25,000/-

  • જીવતા કાર્ટીસ – 2, કિંમત: ₹200/-

  • કુલ કિંમત: ₹25,200/-

આરોપીનું નામ અને સરનામું:
→ દિપક સ/ઓ કાંતિભાઇ ગોવિંદભાઇ ચોહાણ (ઉંમર: 30)
→ ધંધો: મજૂરી
→ રહે. દશામાના મંદિર પાસે, આંબેડકરનગર, બીલખા રોડ, જુનાગઢ

આ બનાવે મામલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હથિયાર કાયદા તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં PI જે.જે. પટેલની આગેવાની હેઠળ ASI સરમણભાઈ સોલંકી, પો.હેડ કોન્સ. ઈન્દ્રજીરસિંહ ઝાલા, આઝાસિંહ સીસોદીયા, દિપકભાઈ બડવા અને દિવ્યેશકુમાર ડાભી સહિતના સ્ટાફે ફરજ નિભાવી હતી.


📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ