જુનાગઢમાં હુમલાખોરોને પોલીસનો ચડસો – કલાકોમાં જ પાંચ આરોપી ઝડપાયા.

જુનાગઢ તાલુકાના ખામધ્રોળ રોડ સુભાષ કોલેજ નજીક ગુરુવારના બપોરે ગંભીર બનાવ બન્યો હતો. ફરિયાદી પર ગેરકાયદેસર મંડળી રચી તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ જાહેરમાં ભુંડીગાળો આપીને ઢીંકાપાટ્ટુનો મારમારી, જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડેલી. બનાવને અંજામ આપ્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

આ બનાવ બાદ ફરીયાદીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો અને પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓએ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી. નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ ટીમ સક્રિય થઈ.

તપાસ દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે માત્ર કલાકોમાં જ તમામ પાંચ આરોપીઓને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


પકડાયેલા આરોપીઓ :

  1. આફતાબ મોઇનભાઇ પરમાર (ઉ.વ. 20) – વાહન લે વેચનો ધંધો, રહેવાસી હર્ષદનગર, ખામધ્રોળ ફાટક, જુનાગઢ

  2. અમન રફીકભાઇ સાંધ (ઉ.વ. 20) – વિદ્યાર્થી, રહેવાસી જાંજરડા રોડ, જુનાગઢ

  3. ભાવિક સમાભાઇ સોલંકી (ઉ.વ. 21) – વિદ્યાર્થી, રહેવાસી ખડપીપળી ગામ, જુનાગઢ

  4. બાળ કિશોર – કુલ 02


પોલીસની ટીમ :

આ સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ તથા ટીમ, તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એફ.બી. ગગનિયા તથા સ્ટાફનો વિશેષ ફાળો રહ્યો.

પોલીસની ઝડપી અને ચોકસાઇપૂર્વકની કામગીરીના કારણે શહેરમાં સુરક્ષા ભાવના મજબૂત થઈ છે અને કાયદો-સંઘર્ષમાં આવેલા આરોપીઓને ઝડપવા પ્રજાએ પોલીસની પ્રશંસા વ્યક્ત કરી છે.


📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ