જુનાગઢ ઉપલા દાતારના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની છઠ્ઠીપુણ્યતિથિ એ સમાધિ પૂજન અને ભવ્ય સન્ત વાણી ભજન મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંતપૂજ્ય ભીમ બાપુ ના કરકમળો દ્વારા આજરોજ પૂજ્ય વિઠ્ઠલ બાપુ ની સમાધીનું પૂજન અને પધારેલા ભાવિકો અને સેવક સમુદાય માટે ભવ્ય ભોજન પ્રસાદનું અનેરૂ આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં દાતાર સેવકો અને ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજ્ય વિઠ્ઠલ બાપુ ની સમાધીના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આટલી ઉંચાઈ ઉપર આવેલી દાતાર બાપુની આ ધાર્મિક જગ્યામાં આસનસિદ્ધ મહંતો કે જેવો કદી પણ જગ્યા છોડી નીચે નથી ઉતર્યા તેવા પૂજ્ય વિઠ્ઠલ બાપુ અને પૂજ્ય પટેલ બાપુ ની દિવ્ય સમાધિના લોકોએ દર્શન કરી ધન્ય બન્યા હતા અને હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ દ્વારા પધારેલા ભાવિકોને મહાપ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો અને પુર્વ સનધયા એ ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકારો એ ભજનોની રમઝટ બોલાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)