જુનાગઢ “એ” ડિવિઝન પોલીસે ઈ-એફઆઈઆર મારફતે નોંધાયેલા વણશોધાયેલા ચોરીના ગુનાને ગણતરીની કલાકોમાં ઉકેલી 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો!

જુનાગઢ શહેરમાં ઈ-એફઆઈઆર એપ્લિકેશનના માધ્યમથી દાખલ થયેલા ચોરીના એક ગુનાને જુનાગઢ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે માત્ર ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. પોલીસે જુનાગઢ તથા ધોરાજી શહેરમાંથી ચોરી ગયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ, એકટીવા સ્કૂટર અને ૪ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૨૫,૦૦૦/- ની કિંમતી ચીજવસ્તુઓ સાથે આરોપીની ધરપકડ કરી છે.

આ કામગીરી પોલીસે રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા તથા ઇન્ચાર્જ એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજાના સૂચન અને માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક હીતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.કે. પરમાર અને પો.સબ ઇન્સ. વાય.એન. સોલંકીની ટીમે ગુનાહિત કાર્યવાહીના ભેદ ઉકેલી આરોપી ફરીદશા ઉર્ફે વાસંળો ફારૂકશા બાનવા (રહે. જુનાગઢ)ની ધરપકડ કરી છે.

પકડી પાડવામાં આવેલ મુદ્દામાલ:

  • સ્પ્લેન્ડર મોટરસાયકલ – ₹ ૩૫,૦૦૦/-
  • એકટીવા સ્કૂટર – ₹ ૫૦,૦૦૦/-
  • ચાર મોબાઇલ ફોન (રેડમી અને ઓપો કંપનીના) – કુલ ₹ ૪૦,૦૦૦/-
    ➡️ કુલ મુદ્દામાલ – ₹ ૧,૨૫,૦૦૦/-

આ કિસ્સામાં પોલીસના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સહકાર આપ્યો જેમાં પો.ઇન્સ., પો.સબ.ઇન્સ., એ.એસ.આઇ., પો.હેડ કોન્સ્ટેબલ અને પો.કોન્સ્ટેબલોનો સમાવેશ થાય છે જેમની ચુસ્ત કામગીરીને કારણે ગુનો ઝડપથી ઉકેલી શકાયો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ