જુનાગઢ ધરા નગર સત્યમ શેરી વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઇસમોને જુનાગઢ “એ” ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા. પોલીસએ તેમની પાસેથી કુલ રૂ.૧૦,૧૫૦/-ની રોકડ રકમ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાંજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના કડક માર્ગદર્શન હેઠળ જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમના માર્ગદર્શનને અનુસરતા, નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા પો.ઇન્સ. આર.કે. પરમારના માર્ગદર્શન હેઠળ ગુના નિવારણ સ્ટાફ અને પ્રદીપ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, ધરા નગર સત્યમ શેરીમાં જાહેર રોડ પર બે ઇસમો ગંજીપત્તા વડે તીન પત્તીનો જુગાર રમે છે.
પોલીસે તરત જ પંચોની હાજરીમાં સ્થળ પર રેઇડ કરી, જેમાં બે ઇસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. બંને સામે જુગાર અધિનિયમ કલમ-૧૨ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
📌 પકડાયેલ આરોપીઓના નામ:
પ્રકાશભાઈ મજનસુખભાઈ પરમાર (ઉંમર ૨૮, રહે. ધરા નગર સત્યમ શેરી, જુનાગઢ)
મુકેશ મનજીભાઈ કટારીયા (ઉંમર ૩૦, રહે. ધરા નગર સત્યમ શેરી, જુનાગઢ)
📌 કબ્જે કરાયેલ મુદામાલ:
રોકડ રકમ રૂ. ૧૦,૧૫૦/-
ગંજીપત્તાના ૫૨ પાનાં
📌 સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
પો.ઇન્સ. આર.કે. પરમાર, એ.એસ.આઇ. જેન્તીભાઇ પુંજાભાઇ, પો.હેડ.કોન્સ. તેજલબેન સિંધવ, પો.કોન્સ. નારણભાઇ બાવનભાઇ, કલ્પેશભાઇ ચાવડા, જીગ્નેશભાઇ શુકલ, જયેશભાઇ કરમટા, વિક્રમભાઇ છેલાણા તથા જુવાનભાઇ લાખણોત્રા દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ