જુનાગઢ “એ” ડિવિઝન પોલીસ દ્વારા જુગારનો અખાડો ચલાવતા ૯ ઇસમોની ધરપકડ – ₹26,570 નો મુદ્દામાલ કબજે.

જુનાગઢ તા. ૦૯/૦૮/૨૦૨૫ – જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે બંધ કરવા માટે વિશેષ અભિયાન અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઈ.

નાયબ પોલીસ અધિક્ષક ધાંધલ્યા અને પો. ઇન્સ્પેકટર આર. કે. પરમારના સુચન અનુસાર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નિવારણ સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીદાર પાસેથી માહિતી મળી કે, જુનાગઢ કામદાર સોસાયટીના નાકા પાસે વિશાલ જેન્તીભાઈ સોલંકી પોતાના મકાનમાં તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમાડે છે અને નાલના પૈસા ઉઘરાવે છે.

માહિતીના આધારે પંચોને સાથ લઈને પોલીસ ટીમે રેડ કરતા ત્યાં કુલ ૯ આરોપીઓને રોકડ ₹26,570 સાથે ઝડપી પાડ્યા. આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધાયો છે.

પકડાયેલ આરોપીઓનાં નામ:
૧. વિશાલ જેન્તીભાઈ સોલંકી (ઉ.વ. ૨૦)
૨. મુનેશ ઉર્ફે મુનો જેન્તીભાઈ સોલંકી (ઉ.વ. ૨૫)
૩. અમૃત જેન્તીભાઈ સોલંકી (ઉ.વ. ૨૨)
૪. અમીતભાઈ ભિખુભાઈ સોલંકી (ઉ.વ. ૨૫)
૫. વિજયભાઈ ભિખુભાઈ સોલંકી (ઉ.વ. ૨૭)
૬. સાહીલ રામભાઈ સોલંકી (ઉ.વ. ૨૦)
૭. સતીષ કિશનભાઈ પરમાર (ઉ.વ. ૨૨)
૮. વિશાલભાઈ કમલભાઈ કાપડીયા (સોલંકી) (ઉ.વ. ૨૦)
૯. સાહીલ દિપકભાઈ પરમાર (ઉ.વ. ૨૧)

કબજે કરાયેલ મુદ્દામાલ:

  • રોકડ રકમ: ₹26,570/-

કાર્યમાં સહભાગી પોલીસ સ્ટાફ:
પો. ઇન્સ્પેકટર આર. કે. પરમાર, એ.એસ.આઈ. બી. એ. રવૈયા, પંકજભાઈ સાગઠીયા, પી. એલ. કરંગીયા, હેડ કોન્સ્ટેબલ તેજલબેન સિંધવ, કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ શુકલ, જયેશભાઈ કરમટા, અજયસિંહ ચુડાસમા, નીતીનભાઈ હીરાણી, વિક્રમભાઈ છેલાણા, જીગ્નેશભાઈ બકોત્રા, નરેન્દ્રભાઈ બાલસ અને જુવાનભાઈ લાખણોત્રા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ