જૂનાગઢ શહેરના ગેંડાગર રોડ સ્થિત રિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અખાડા પર “એ” ડિવીઝન પોલીસે છાપો મારી મોટો પર્દાફાશ કર્યો છે.
આ રેઇડ દરમિયાન ચાર મહિલાઓ અને બે પુરૂષો મળી કુલ છ ઇસમોને તીનપત્તી જુગાર રમતા ઝડપાયા હતા અને કુલ ₹25,880ના મુદામાલ સહિત મોબાઈલ ફોન કબજે કરાયો હતો.
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાને અનુસરી ને નાયબ પોલીસ અધિક્ષક રવીરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ્પેકટર આર.કે. પરમાર અને ટીમે આ રેડ હાથ ધરી હતી.
આ દરમિયાન બાતમીના આધારે રિદ્ધિ પેલેસ એપાર્ટમેન્ટ ખાતે રેડ કરાઈ હતી જ્યાં ગોપાલસિંહ સોલંકી નામના શખ્સે તેના ભાડાના મકાનમાં જુગારના હાર જીતના તીનપત્તી ગેમનું સંચાલન કરતું હોવાની પુષ્ટિ થઈ હતી.
પકડી પાડાયેલા આરોપીઓમાંથી કેટલાક પોલીસ ક્વાર્ટર નજીક રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
રોકડ રકમ ઉપરાંત ₹10,000 કિمتના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. આર.કે. પરમાર, એ.એસ.આઈ. રવૈયા સહિત ૧૧ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ