જુનાગઢ એ.ડી.વિઝન પોલીસ સ્ટેશનની મોટી સફળતા ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને રૂ.60,000 ના આઈફોન સાથે શખ્સ ઝડપાયો.

જુનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં થયેલ અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાહે તપાસમાં વિકાસ થયો છે. જુનાગઢ એ.ડી.વિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચોરી થયેલ એપલ કંપનીનો રૂ. 60,000 કિંમતનો આઇફોન ઝડપ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા મિલકત સામેના ગુનાઓનું ભંડાફોડ કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એડીવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. કે. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

તારીખ 17 જુલાઈ 2025ના રોજ એડીવિઝન પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર ગુન્હા નંબર 11203023250703/2025 હેઠળ બી.એન.એસ કલમ 305(એ), 331(4) મુજબ ફરિયાદી અમીતભાઈ ભીખુભાઈ સોલંકી દ્વારા રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો કે તેમના ઘરમાંથી રૂ.60,000 કિંમતનો એપલ કંપનીનો આઇફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ગયો હતો.

આ મામલે એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડાને બાતમી મળતાં આરોપી દીવાન ઉર્ફે ડાડો બકુલભાઈ ઝાલા કડીયાવાડના નાકા પાસે મોબાઇલ સાથે ઉભા છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પકડી પડેલા આરોપીનું નામ અને સરનામું:

દીવાન ઉર્ફે ડાડો બકુલભાઈ ઝાલા, ઉંમર 25 વર્ષ, રહેવાસી – જુનાગઢ કામદાર સોસાયટી, ખવાસ વાડી પાસે.

આરોપી પાસેથી મળેલ મુદામાલ:

એપલ કંપનીનો આઇફોન 13 પ્રો મેક્સ મોબાઇલ કિંમત અંદાજે રૂ. 60,000

આરોપીનો ગુનાહિત ઈતિહાસ:

  1. ગુ.ર.નં-0003/2018, IPC કલમ 147, 148, 149, 307, 506(2), GP એક્ટ 135

  2. ગુ.ર.નં-0259/2024, IT એક્ટ કલમ 66(1)(B)

  3. ગુ.ર.નં-0685/2025, IT એક્ટ કલમ 66(1)(B)

  4. ગુ.ર.નં-0114/2020, IPC કલમ 114, 294(ખ), 323, 324, 506(2), GP એક્ટ 135

  5. ગુ.ર.નં-3073/2020, IT એક્ટ કલમ B, C, D, E, F

  6. ભવનાથ પો.સ્ટે. ગુ.ર.નં-11203003220039/22, IPC કલમ 114, 379

  7. હાલનો કેસ ગુ.ર.નં-11203023250703/2025, BNS કલમ 305(એ), 331(4)

સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:

  • પો.ઇન્સ. આર.કે. પરમાર

  • એ.એસ.આઇ. બી.એ. રવૈયા

  • એ.એસ.આઇ. પંકજભાઈ સાગઠીયા

  • પો.હેડ.કોન્સ. તેજલબેન સિંધવ

  • પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા

  • વિક્રમભાઈ છેલાણા

  • જયેશભાઈ કરમટા

  • અજયસિંહ મહીપતસિંહ

  • જુવાનભાઈ લાખણોત્રા

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ