રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તરફ થી પ્રતિ વર્ષે યોજાતી સ્વામી વિવેકાનંદ વિષયક ક્વિઝ 19 તારીખ નાં રોજ સરકારી કન્યા શાળા જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર જુનાગઢ નાં સંચાલન હેઠળ યોજાઈ. શાળા કક્ષા એ પ્રથમ આવેલ 18 પૈકી 14 વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા . સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર નાં સભ્યો એ શ્રી છગનભાઇ ટાંક,યોગેશભાઈ કારીયા, જીતેન્દ્રભાઈ મહેતા મગનભાઈ વાછાણી મુક્તેશ ભાઈ ધોળકિયા, અને પ્રફફુલ ભાઈ ધોરાજીયા (જાદુગર) એ સેવા કેન્દ્ર નાં પ્રમુખ પરેશ અંતાણી નાં માર્ગદર્શન હેઠળ સેવા આપી હતી . સરકારી સ્કૂલ નાં આચાર્ય શ્રી , શ્રી અશોકભાઈ મોરી નો સહયોગ સાંપડ્યો હતો .સ્કૂલ નાં શિક્ષક શ્રી શિલું એ સુપરવાઈઝરની સેવા આપી હતી . પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી ને પુસ્તકો આપી. અલ્પાહાર કરાવવા માં આવ્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)