જુનાગઢ: સાતમ-આઠમ (જન્માષ્ટમી) ના પાવન અવસર પર જુનાગઢ ખોડીયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ 50 કુટુંબોને વિનામૂલ્યે અનાજ, મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું.
ટ્રસ્ટ દ્વારા દર મહીનાના બીજા રવિવારે નિયમિત રૂપે આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તે અનુસંધાને, ઓગસ્ટ મહિનાનું વિતરણ તા. 10/08/2025, રવિવારે, આદર્શ પ્રાયમરી સ્કૂલ, દુબડી પ્લોટ, ગરબી ચોક ખાતે યોજાયું હતું.
આ પ્રસંગે દરેક કુટુંબને કુલ 24 આઈટમ આપવામાં આવ્યા જેમાં તેલ, ખીચડી, ખાંડ, ચાની ભૂકી, ચોખાના પૌવા, મકાઈના પૌવા, મીઠું, ચટણી, હળદર, ઘાણાજીરૂ, ચણાનો લોટ, મેંદાનો લોટ, ચણા, ચણાની દાળ, સફેદ વટાણા, સિંગદાણા, ન્હાવાનો સાબુ, કપડા ધોવાનો સાબુ, પાવડર, મિક્સ મીઠાઈ, મમરાની થેલી, મિક્સ ચવાણું, ફરાળી ચેવડો અને પારલે બિસ્કીટનો સમાવેશ થાય છે.
વિતરણ કાર્યક્રમ દરમિયાન બટુક બાપુ, નિકુંજભાઈ ચોક્સી, દિપકભાઈ આર્ય, અભયભાઈ ચોક્સી, નરસિંહભાઈ વાઘેલા, જતીનભાઈ પાલા, નિકુંજભાઈ ભાલાણી, અરવિંદભાઈ મારડીયા, હર્ષભાઈ ઠાકર, પ્રવિણાબેન વાઘેલા, કુમુદબેન ઠાકર, વર્ષાબેન મોનાણી, રમીલાબેન ઘુચલા, ભાવનાબેન કે. વૈષ્ણવ, રોશનીબેન ઘુચલા સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર ઘુચલાની આગેવાની અને જહેમતથી આ સેવાકીય કાર્ય સફળ બન્યું.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ