જુનાગઢ ગિરનાર પર માતા અંબાના મંદિરે ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી
📍 જૂનાગઢ ગીરીવર ગિરનાર પર બિરાજમાન જગતજનની માતા અંબાના પાવન ચૈત્રી નવરાત્રી ઉત્સવની ભવ્ય ઉજવણી રવિવારથી શરૂ થઈ રહી છે.
🔸 મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન:
✅ વહેલી સવારે વિશેષ પૂજા-અર્ચના અને મહા આરતી
✅ માતાજીનું વિશેષ શૃંગાર
✅ આઠમે હવન (અષ્ટમી) અને મહાપ્રસાદ
✅ સવાર-સાંજ આરતી અને માતાજીના ભક્તિમય ગરબા
✅ નવ દિવસ સુધી માતાજીના અનુષ્ઠાન અને આરાધના
🛕 મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીના વિશેષ સ્તોત્ર પાઠ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવશે.
🙏 ટ્રસ્ટ તરફથી તમામ ભાવિક ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ માતાજીના પવિત્ર દર્શનનો લાભ લે અને આ પાવન પ્રસંગમાં સહભાગી બને.
✍ અહેવાલ: જગદીશ યાદવ, (જૂનાગઢ)