જુનાગઢ ગીરનાર ઉપર 2100 પગથિયા નજીક પથ્થરની મોટી શીલા સીડી ઉપર ધસી આવી હતી સદ્નનસીબે કોઈ યાત્રિકની અવરજવર ન હોય અકસ્માત થતાં રહી ગયો છે.

જુનાગઢ

જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર  રાત્રિના ભારે પવન અને વરસાદ ના કારણે એક મસ્ત મોટી શીલા મોટો પથ્થર 2100 પગથિયા નજીક અકસ્માતે નીચે પડી આવતા સીડી ઉપર નો રસ્તો બંધ થઈ ગયો હતો અને યાત્રિકો આ મોટી શીલા ટપી ટપી અને પોતાની યાત્રા કરી રહેલા છે તંત્ર એ વહેલી તકે આ શીલાને દૂર કરી રસ્તો ક્લિયર કરવા સૌ ભાવિકો ની માંગ ઉઠી છે, આવડી મોટી શીલા સીડી ઉપર ધસી આવી હોય તેવો પ્રથમ બનાવ હોય તેવું લોકોનું કહેવું છે  ઘણા સમયથી  રોપવે બંધ  ચાલુ -બંધ રહ્યા કરે છે આથી સીડી ઉપરથી ભાવિકોની અવરજવર રહે છે, વરસાદી વાતાવરણમાં લોકો યાત્રા કરતા હોય છે ત્યારે આવડી મોટી શીલા સીડી ઉપર ધસી આવતા ભાવિકો ને ભારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)