જુનાગઢ ગીરનાર તળેટી ભવનાથ ખાતે આવેલ ગૌરક્ષ આશ્રમ ના મહંત પીરયોગી શેરનાથ બાપુના ગુરુદેવની 33મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ભંડારો અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા પૂજ્ય શેરનાથ બાપુએ તેમના ગુરુ ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિ પ્રતિ વર્ષ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને સાધુ સંતોને ભોજન પ્રસાદ અને સેવક સમુદાય અને ભાવિકો પણ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાગ લે છે જેમાં ગઈકાલે વહેલી સવારે બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણી ના કાર્યક્રમમાં આખો દિવસ ધર્મમ્ય માહોલ ઊભો થયો હતો જેમાં ઉપલા દાતારના મહંત ભીમ બાપુ દ્વારા શેરનાથ બાપુ ના ગુરુ ત્રિલોકનાથ બાપુને શ્રદ્ધાંજલિ અર્પવા મહંત ભીમ બાપુ વતી તેમના સેવકોએ પૂજ્ય શેરનાથ બાપુ નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને આશીર્વાદ લીધા હતા
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ