જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વધૂ એક વેપારી વ્યાજખોરોના સકંજામાં સપડાયો.11 લાખની સામે 38 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો નો ત્રાસ યથાવત..

કેશોદ

રાજ્ય ભરમાં રોજ વ્યાજ ખોરોના આતંક અને તેનાં લિધે ઘણાં લોકો એ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ દિશામાં પોલીસ પણ એક્ટિવ થઈ છે અને વ્યાજ ખોરોને ડામવા તમાંમ પ્રયત્નો કરી રહી છે અને લોકોને પણ જાગૃત કરી રહી છે.અને ગેર કાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજ ખોરો ને જેલના સળિયા પાછળ ધકેલાયેલા હતા,ત્યારે થોડા દિવસો પહેલા કેશોદ ના બામણાસા ખાતે વ્યાજ ખોરોનાં સકાંજા માં આવી પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે કેશોદ શહેર ખાતે વધૂ એક વેપારી વ્યાજખોરોના સકંજામાં સપડાયો છે…

આ ઘટનાની મળતી માહિતી મુજબ કેશોદનાં વેરાવળ રોડ ઉપર ટ્રેકટર નાં શો રૂમ ધરાવતા ભરતભાઈ વીરાભાઇ નંદાણીયા એ 2014 થી 2016 સુધીમાં ભારત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા મધુકાંત વ્રજલાલ ઘેવરિયા પાસેથી 11 લાખ ઉછીના લીધેલા હોય જેના બદલામાં વેપારી પાસેથી મઘુકાંત વ્રજલાલ ઘેવારિયા એ 5 કોરા ચેક લઈ લીધેલા,2021 સુધીમાં દર મહિને 48 હજાર વ્યાજ ચૂકવવામાં આવતું હતું,આ વેપારીએ અત્યાર સુધીમાં નાણાં ધિરનાર મધૂકાંત વ્રજલાલ ઘેવરિયાને વ્યાજ પેટે 26 લાખ 23 હજાર જેવી રકમ ચૂકવી આપી હોય તેમ છતાં વેપારી ઉપર સતત ટોચર કરતા વેપારીની માંગરોળ શહેરમા પોતાની દુકાન વેંચી 12 લાખનું ચૂકવણું કરી આપવામા આવ્યુ હતું,

આવી રીતે અલગ અલગ રીતે ટોટલ 11 લાખના 38 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં વેપારી ભરત ભાઈ નાંદાનીયા ને વધુ પૈસા આપવા નહિતર જાનથી મારી નાંખવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે,

ભારત એન્ટર પ્રાઇઝ પેઢીના માલિક મધુકાંત વ્રજલાલ ધેવરિયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં મધુકાંત વ્રજલાલ પાસેથી બીજાં 30 થી 40 ચેક મળી આવેલા છે અને બીજાં સાટાખત નાં અલગ અલગ દસ્તાવેજો પણ મળી રહયા છે… ત્યારે કેશોદ પોલીસે આરોપી સામે બીએનએસ 308(5),351(2), તેમજ 2011 નાં ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ હેઠળ કલમ 40,42, ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…

જ્યારે મળતી માહિતી મુજબ વેપારી ભરતભાઈ વીરાભાઇ નંદાનીયા પણ એક વેપારી હોય અને અલગ અલગ જગ્યાએથી પૈસા ની જરૂરિયાત અનુસાર બજાર માંથી પૈસા લેતા હોય ત્યારે આ તપાસ કઈ દિશામાં જાય છે તે આવનારો સમય બતાવાશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)