જુનાગઢ
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે જુનાગઢ જીલ્લા પોલીસ વડા ના સંવાદ કાર્યક્ર્મ માં કેશોદ ના મુખ્ય નગર શ્રેષ્ઠી ઓ ને સમજણ આપવામા આવ્યા મુજબ ડ્રગ્સ .ગાંજો .ચરસ.અફીણ.દારૂ જેવા નશીલા પદાર્થો નું સેવન કરવું એ શરીર માટે તો હાનિ કારક છેજ પરંતુ પરિવાર ને પણ વેર વિખેર કરી નાખે છે આ બાબતે પુરી માહિતી સાથે લોક સંવાદ કાર્યક્રમ માં સમજણ આપવામાં આવેલી પરંતુ શહેર માં તમામ નશીલા પદાર્થ બંધ કરવા આદેશ ના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વહેલી સવાર માજ બાતમી ના આધારપર કેશોદ શહેર ખાતેથી ફોર્ડ કાર ગાડી નંબર GJ02BD 4884 માંથી ચેક કરતા ટોટલ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ 155 નંગ તેમજ ત્રણ મોબાઇલ ફોન અને કાર સાથે ત્રણ લાખ એકોતેર હજાર ત્રણસો ત્રીસ નાં મુદામાલ સાથે રાજેન્દ્ર રાણા બાબરીયા ઉર્ફે રાજુ બાબરીયા રહે નરોત્તમ નગર, વેરાવળ રોડ કેશોદ તેમજ રવી ભાઈ નારણભાઈ ગોસ્વામી,રહે કૃષ્ણનગર વેરાવળ રોડ કેશોદ ને પકડી પાડ્યા હતા જ્યારે એક અન્ય વ્યક્તિ ભાગી છૂટયો હતો…
કેશોદ શહેર ખાતે ચાલતાં ખુલ્લેઆમ દારૃના વેચાણ ની સ્ટેટ મોનીટરીંગ સેલે દ્વારા રેઇડ પડતાં લોકલ પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નવા પીઆઇ યે હજુ થોડાં દિવસો પહેલાં ચાર્જ સંભાળ્યો છે ત્યારે હાલ કેશોદ શહેર માં બૂટલેગરો અને સપ્લાયરો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.હાલ સપ્લાયરો જમીન માં ઉતરી ગયા હોય તેવુ સાફ જણાઈ આવે છે ત્યારે જોવાનું એ રહ્યું કે કેશોદ શહેર માં દારૂ બંધીનું પાલન થાય છે કે.. નહી….તે તો આવનારા દિવસોમાં ખબર પડે.. હાલ તો આ સમગ્ર ઘટના ની તપાસ માણાવદર PI પારઘી ચલાવી રહ્યા છે
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)