જુનાગઢ જિલ્લાના પરબધામ ખાતે ત્રણ દિવસ સોમયાગ યજ્ઞનો નુ આયોજન.

જુનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે સોમયાગ યજ્ઞ નું પરમ પૂજ્ય કરસનદાસ બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું હતું જે પરબધામ ની ભૂમીમા સત સરભંગ આશ્રમ પરબધામની ભૂમિમાં વૈદિક પણે તો અપાર મહિનો છે તેમાં રાજ સૂર્ય યજ્ઞ .અશ્વમેઘ યજ્ઞ. વાજપેયયજ્ઞ. વગેરેમાં સોમયાગ યજ્ઞ શ્રેષ્ઠ રહેલો છે જેમાં સર્વ દેવી-દેવતાઓ ને તૃપ્ત કરવામાં આવે છે,

આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે જેનો આજે છેલ્લો દિવસ હતો જેમાં બીડુ હોમવામાં આવ્યું હતું આ તકે ખાસ કરીને એક કોમી એકતા નું ઉદાહરણ આપ્યું હતું જેમાં ભેસાણ વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડે પગે સેવાઓ આપી હતી જેમાં ગરીબો માટે બાપુ દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં ગરીબો ને સુવર્ણદાન. વસ્ત્રો દાન. અન્નદાન આપવા આવ્યું હતું,

આ તકે હજારો ગરીબો ને લાભ મળ્યો હતો આતકે લાખો ભાવિક અને ભક્તો દ્વારા આ યજ્ઞનો લાભ લીધો હતો જેમાં ભક્તોએભજન અને ભજન નો લાભ લીધો હતો જેમાં નામી નામે સાધુ સંતો હોય પણ ભાગ લીધો હતો. આ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ યજમાનોને પરમ પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તમામ યજમાનોને શિવસાગર કુંડમાં સ્નાન કરાવ્યું અને પોતે પણ સ્નાન કર્યું હતું અને પધારેલા તમામ ભક્તો ઉપર ડોલીમાં સવાર થઈ પુષ્પો દ્વારા આશીર્વાદ વચન આપ્યા હતા અને આ કાર્યક્રમ સફળતા પૂર્વ પૂર્ણ થયો હતો.

અહેવાલ : કાસમ હોથી (ભેસાણ)