જુનાગઢ
શેરીયાજ ગામે શેરીયાજ પ્રાથમિક શાળા, પટ્ટી સીમશાળામાં તેમજ રંગાલી સીમશાળા દ્વારા નાના ભૂલકાઓને દફ્તર આપી કુમકુમ લગાવી પ્રવેશ કરાવ્યો જેમાં પાણી પુરવઠા અધિકારી શ્રી વરુ સાહેબ, માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી દાનાભાઈ ખાંભલા, સી.આર.સી ગોવિંદભાઈ નંદાણીયા, રણજીતભાઈ રાઠોડ,આગેવાન ભુરાભાઈ વાડલીયા, ત્રણે શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો વાલીઓ હાજર રહી બાળકોને પુસ્તકો અને સ્ટેશનરી વગેરે અર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ તેમજ તેમજ દાનાભાઈ ખાંભલા દ્વારા ઉદબોધનમાં શાળાના આચાર્ય શિક્ષકો ની કામગીરીને બિરદાવી
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામા આવી સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પર્યાવરણ ને સંતુલિત કરવાની પ્રેરક વાત “એક પેડ મા કે નામ” હરિયાળા પર્યાવરણ નિર્માણની નેમ સાથે ગામના દરેક વૃક્ષો વાવે તેવા પ્રચાર પ્રસાર માટે શાળા પટાંગણમાં પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ સારી એવી સંખ્યામાં હાજર રહ્યા હતા
અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)