જુનાગઢ જિલ્લાના માંગરોળના લોએજ ગામે તાલુકા કક્ષાની 78માં સ્વાતંત્ર્ય પર્વોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ એસ.ડી.બી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો ૭૮મોં સ્વાતંત્ર્ય દિવસની આલીશાન કરાઈ જેમાં મામલતદાર આર.ડી પરમાર ના હસ્તે ધ્વજવંદન કરાયુ હતુ. આ પ્રસંગે પોલીસ પરેડ સાથે ધ્વજવંદન બાદ મામલતદારશ્રી દ્વારા નાગરિકોને સંબોધન, વરીષ્ઠ નાગરિકોનું સન્માન કલાવૃંદો, વિધ્યાર્થીઓનુ સંમાન કરાયુ તેમજ વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરનાર તમામ બાળકો સાથે શિક્ષકોને પ્રમાણપત્ર મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા

કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત માંગરોળ મામલતદાર પરમાર સાહેબ,તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા સાહેબ, પીઆઈ જાદવ સાહેબ, સહીત અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં વહીવટીતંત્ર તાલુકા પંચાયત વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સરપંચો શિક્ષકો વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોએજ સહીત આસપાસ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)