જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ચક્ષુદાન ક્ષેત્રે અદભુત કાર્ય કરનારનુ સન્માન કાર્યક્રમ યોજાયો..

જુનાગઢ
જુનાગઢ જિલ્લાના માંગરોળમાં વિશ્વ ચક્ષુદાન દિવસ નિમીતે સેવાભાવી કમૅયૌગી અને ચક્ષુદાન ક્ષેત્રમાં અદભુત કાર્ય કરનાર આરેણા ગામના એવા શિવમ ચક્ષુદાનના નાથાભાઈ નંદાણીયા નુ માંગરોળની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

આરેણા શિવમ ચક્ષુદાનના નાથાભાઈ નંદાણિયાએ અત્યાર સુધીમાં કુલ 149 વ્યકિત નુ ચક્ષુદાન કરાવવાનુ અદભુત કાર્ય કરેલ છે અને 298 લોકો ની આંખ મા ઓજસ પાથયાઁ છે આ સાથે સાથે તેઓ સંજીવની નેચર ફાઉન્ડેશન સાથે પ્રકૃતિ અને પયાઁવરણ ની દરેક પ્રવૃત્તિઓમાં સકિય રીતે જોડાયેલ રહે છે ઉપરાંત બલ્ડ કેમ્પ, આરોગ્ય કેમ્પ, દેહદાન સહિત ની અનેકવિધ પ્રવૃતિઓ કામગીરી સાથે 24/7 કાયઁરત રહે છે તેઓએ તેમના પિતાશ્રી નુ પણ દેહદાન કરાવેલ છે.

ત્યારે વિશ્વ ચક્ષુદાન દિવસના અનુસંધાને શ્રી હરીકિરતનાલય ઘુન મંદિર માંગરોળ ખાતે યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ લિનેશભાઈ સોમૈયા,પરેશભાઈ જોષી , સજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશબાપુ ગોસ્વામી નિલેશભાઈ રાજપરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીતુભાઈ સાલસીયા, કેતનભાઈ નરસાણા, બાબુભાઈ વાજા, માંગરોળ ગાયત્રી પરિવારના દિલીપભાઈ જોષી, વંદેમાતરમ ગ્રુપના સુધીપભાઈ ગઢિયા, પેપર બેગ માટે સુંદર કાર્ય કરનાર પારુલ બેન જાદવ સહીતના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહી નાથાભાઈ નંદાણીયાને મોમેન્ટ શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતુ.સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સંચાલન માંગરોળના જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

રીપોર્ટર: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)