જુનાગઢ
દિવાસા થી શરુ થયેલ દશામાં ના વ્રત દસમા દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ થી સમાપન થયા હતા
માંગરોળ શહેરમાં માઈભકતો દ્વારા પોતાના ઘરોમાં દશામાં ની મુર્તી સ્થાપના કરી દસ દિવસ સુધી વ્રત ઉપવાસ સાથે દરરોજ પુજા પાઠ આરતી ગરબા પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજી હર્ષોઉલ્લાસ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે શહેરના કોળી વાડા વિસ્તારમાં દસમાં દિવસે દશામાં વ્રતના પુર્ણાહુતી પ્રસંગે માતાજીને 56 ભોગ નો થાળ ધરી મહાઆરતીનો આયોજન કરવામાં આવતા બહોળી સંખ્યામાં આસપાસના બહેનોએ સાથે મળી માતાજી ની મહાઆરતી પુજા અર્ચના કરી સૌના પરીવારમાં સુખ શાંતી માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી. દશામાં ના વ્રતની લઇ વ્રતધારી મહિલાઓએ આખી રાત જાગરણ કરી વહેલી સવારે માતાજી મૂર્તિઓની ને ખુબજ ભક્તિભાવ પૂર્વક વાજતે ગાજતે જળમાં વિસર્જન કરવામાં આવ્યુ
અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)