જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

જુનાગઢ

ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓ નાગરીકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૦મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજીત થઈ રહ્યાં છે.જે અનુસંધાને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા આસપાસના 23 થી વધુ ગામોના નાગરિકો ભાગ લઇ આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડ સુધારા, કુંવરબાઇનું મામેરું સહાય યોજના,ઉજ્જવલા યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર આરોગ્ય ચકાસણી વગેરે જેવી સરકારશ્રીની 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ એકજ સ્થળે મળી રહે તે મુજબની આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ અવસરે સેવા સેતુ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર રાજેશભાઈ પરમાર સહીત અલગ-અલગ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં અરજદાર લોકોએ આ સેવાસેતુ કાર્યક્રમ નો લાભ લીધો હતો

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)