પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવાકેન્દ્રની ગુજરાતમાં ૧૯૬૫માં શરૂ કરી જે ઇશ્વરીય સેવાકાર્યના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી વર્ષ ઉજવણીનો શુભારંભ રાજકોટ ખાતે ગુજરાત સેવા કેન્દ્રોના 1500 બહેનોની ઉપસ્થિતીમાં સેમિનાર યોજી કરવામાં આવ્યો હતો જે ઉજવણીના ભાગરુપે માંગરોળ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે પણ બ્રહ્માકુમારી રુપાદીદીની ખાસ ઉપસ્થિતિમાં એક આધ્યાત્મિક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો.
ડાયમંડ જ્યુબીલીના આ પ્રસંગે દીદીએ આઘ્યામિક અને સામાજીક કાર્યો વચ્ચે ૬૦ વર્ષની સેવાઓનો સુવર્ણ ઇતિહાસ વર્ણવ્યો હતો અને ડાયમંડ જ્યુબિલી તથા નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી સાથે સાથે આત્મ-સુધારણા માટે આત્મનિરીક્ષણ દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો શુભ સંકલ્પ લેવા અનુરોધ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંગરોળ સેવા કેન્દ્રના પુષ્પાદીદીએ કર્યું હતું.
અહેવાલ : – પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)