જુનાગઢ
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમા આવેલ લીમડા પે સેન્ટર શાળા અને લીમડા ઇગ્લીંશ મીડીયમ સ્કુલનો સંયુક્ત રીતે ઉજવવામાં આવ્યો. જેમાં બાલ વાટીકા માં પ્રવેશપાત્ર કુલ ૩૭ બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો અને વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો.
આ કાર્યક્રમોમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગના ઉ૫સચિવ શ્રી હેતલબેન સંચાણીયા, રાષ્ટ્રીય ભાજપ આગેવાન વેલજીભાઇ મસાણી, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઇ સોમેયા, શહેર મંત્રી ધનસુખભાઇ હોદાર, પંકજભાઇ રાજપરા તેમજ રાજેશ્વરીબેન ઓઝા સહીત અગ્રણીઓ શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન આચાર્ય આનંદ સાહેબ તન્ના દ્વારા કરવામાં આવ્યુ હતુ,,
અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)