જુનાગઢ જિલ્લાના માંગરોળ પ્રભાત ફેરી ધુન મંડળ દ્વારા ૪૯માં સ્થાપના વર્ષ નિમીતે વાર્ષીક ઉત્સવ ઉજવ્યો..

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રભાત ફેરી ધૂન મંડળ દ્વારા સ્થાપના વર્ષ નિમીતે લીમડાચોક નજીક આવેલ મુરલીધર વાડી ખાતે વાર્ષિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ.માંગરોળ શેહરમાં ૧૯૭૫ થી સ્થાપીત પ્રભાત ફેરી ધુન મંડળના ૪૯ વર્ષ પૂર્ણતા નિમીતે અષાઢી ઇશ્વરીય આરાધના સમી મંડળની વાર્ષીક ધુન ભજન નુ ભવ્ય આયોજન કરાયુ હતુ.

આ પ્રભાત ફેરી ધુન મંડળ દ્રારા વર્ષ દરમિયાન માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સુખ દુઃખના પ્રસંગે શ્રીરામ ધુન ભજન કિર્તનની રમઝટ બોલાવવા સહભાગી બનતી હોય છે અને તેમા યથાયોગ્ય જે આવક થાય તે ગાયોના ચારા માં કબુતરના ચણ માં જેવી વગેરે સેવાકીય પ્રવૃતિઓ મા ઉપયોગ કરાય છે. ત્યારે આજે પણ વાર્ષીક ઉત્સવ નિમીતે મુરલીધર વાડી ખાતે રાત્રે ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી ભવ્ય ધુન ભજનના ભવ્ય આયોજન સાથે સાથે માંગરોળ સહીત આસપાસ ની ગૌશાળામાં ગૌ સેવા નો ગોવર્ધન ઉપાડનાર ગૌસેવકોને યથાશક્તિ ભેટ સ્વરુપ યોગદાન પણ આપવામાં આવ્યુ હતુ.

આ વાર્ષિકોત્સવ પ્રસંગે માંગરોળ પીએસઆઇ રવિશંકર ડામોર સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પરેશભાઈ જોષી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા,વરિષ્ઠ પત્રકાર ગુણવંત સુખાનંદી બાપુ સહીત વિવિધ ધાર્મીક સામાજીક સંગઠનોના આગેવાનો, ગૌસેવકો, ડોક્ટરો, વેપારીઓ સહીત મોટી સંખ્યામાં શહેર ના વિવિધ અગ્રણીઓ ભાઇઓ બહેનોએ હાજરી આપી વાર્ષીક ઉત્સવ ની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)