જુનાગઢ જિલ્લાની વિવિધ ૦૪ જૂથની પાણી પુરવઠા યોજનાઓમાંથી પાણી મેળવતા વિસ્તારોમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનુરોધ.

જૂનાગઢ

નર્મદા પાઇપલાઇન આધારિત ગઢડા હેડ વર્કસથી ચાવંડ હેડવર્કસ સુધીની મુખ્ય પાઇપલાઇન ચાવંડ પંપિંગ સ્ટેશન પર વિવિધ જોડાણ કામગીરી શરુ છે. આ કામગીરીને કારણે ચાવંડ પંપિંગ સ્ટેશન પરથી પાણી પુરવઠો મેળવવા જુનાગઢ જિલ્લાની વિવિધ ૦૪ જૂથની પાણી પુરવઠા યોજનાઓમાં સમાવિષ્ટ લાભાર્થી શહેર અને ગામોને આગામી તા.૨૩ જુલાઇ,૨૦૨૪ (મંગળવાર) થી તા.૨૭ જુલાઇ,૨૦૨૪ (શનિવાર) એમ આ પાંચ દિવસ શટડાઉન રહેશે. આ કામગીરીને ધ્યાને લઇ પાણી વિતરણ થઇ શકે તેમ ન હોય નાગરિકો સુધી પાણીનો પુરવઠો પહોંચી શકશે નહિ. તમામ ગ્રામ પંચાયત તથા નગરપાલિકાઓને આ સમય દરમિયાન સ્થાનિક સોર્સમાંથી કે પીવાના પાણીની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા સ્થાનિક કક્ષાએ કરવી, તેમ જૂનાગઢ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)