જુનાગઢ જિલ્લામાં માંગરોળ ડીવીઝનમાં ગુમ થયેલ ૨૬ મોબાઇલ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત કરાયા.

જુનાગઢ

માંગરોળ નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે dysp ડી.વી. કોડિયાતર સાહેબની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમા માંગરોળ ડીવીઝનના ગુમ અથવા ચોરી થયેલ કુલ ૨૬ મોબાઇલો મુળ માલીકોને પરત કરી ખરી રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરી બતાવ્યુ હતુ.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ તથા માાંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા સરકારશ્રી દ્રારા પબ્લીકના ગુમ અથવા ચોરી થતા મોબાઇલ ફોન શોધવા માટે CEIR નામનુ પોર્ટલ વિકસાવવામાં આવેલ જે પોર્ટલ ની મદદથી ગુમ થયેલ મોબાઇલો શોધી કાઢી મોબાઇલ મુળ માલીકને પરત સોંપી પ્રજાજનોને ન્યાય આપવા તેમજ પ્રજાલક્ષી લોકસેવાના કાર્યો કરી પોલીસ પ્રજાનો નો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ.

જે અનુસનધાને પબ્લીકના ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન CEIR નામના પોર્ટલ ના માધ્યમથી શીલ પોલીસ સ્ટેશનના ૮-મોબાઇલ ફોન, ચોરવાડ પોલીસ સ્ટેશનના ૯ મોબાઇલ ફોન તથા માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ૬ મોબાઇલ ફોન તથા માાંગરોળ મરીન પોલીસ સ્ટેશનના ૩-મોબાઇલ ફોન મળી માાંગરોળ ડીવીઝનના કુલ ગમુ થયલે ૨૬ મોબાઇલ ફોન પરત શોધી કાઢી આજરોજ તા.૨૯ જુલાઈ ૨૦૨૪ ના રોજ ‘’તેરા તુજકો અર્પણ ’ કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત સોંપી પોલીસ પ્રજાનો નો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.

CEIR પોર્ટલ હેઠળ સારી કામગીરી કરનાર પોલીસ કોન્સ. અરવિંદભાઈ માધાભાઇ ગોહેલ, શીલ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ. કિરીટસિંહ ધીરુભાઈ કામળીયા, માાંગરોળ મરીન પોલીસ સ્ટેશન તથા પો.કોન્સ. કિંજલબેન રામભાઇ શામળા, ચોરવાડ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ. વિજયભાઈ મેઘાભાઇ બાબરીયા, માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાઓ એ કરેલ છે

અહેવાલ:- પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ