
જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદ, વીજળી અને કરા પડવાની આગાહી વચ્ચે પશુપાલકોને તેમના પશુઓ માટે સાવચેતી રાખવા જિલ્લા તંત્ર અને પશુપાલન શાખા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા અને જિલ્લા પંચાયત પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ નીચે મુજબ પગલાં લેવા અનુરોધ કર્યો છે:
- વીજળી પડતી હોય તે સમયે ઝાડ નીચે પશુઓને ન બાંધવા.
- ભારે પવન અને વરસાદમાં ખોલામાં કે જર્જરીત મકાનની નજીક પશુઓને ન રાખવા.
- સાંકળથી બાંધીને નહિ રાખ્યા, જેથી પૂરના સંજોગોમાં તેઓ પોતે બચી શકે.
- વિજળીના થાંભલા અને કરંટ લાગવાની શક્યતા હોય તેવી જગ્યાએ પશુઓને ન બાંધવા.
- કૃમિનાશક દવા સમયસર અપાવવી – નાના કે મોટા પશુઓ માટે દવા પશુ દવાખાનાઓમાં ઉપલબ્ધ છે.
આ તમામ સૂચનાઓનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે કુદરતી આફતના સંકેત વચ્ચે પશુઓને જાનહાની કે શારીરિક નુકસાનથી બચાવી શકાય.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ