જુનાગઢ જિલ્લામાં સગીર વયના વાહનચાલકો સામે પોલીસનું તગડું ચેકિંગ, ૧૪૭ વાહનો ડિટેઇન.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના હેઠળ સગીર વયના વાહનચાલકો પર નિયંત્રણ લાવવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

પોલીસે અગાઉ સોશિયલ મીડિયા, જાહેર સમાચારપત્રો તેમજ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને લાઇસન્સ વગર વાહન ચલાવવાની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ડી.ઇ.ઓ. કચેરી મારફતે શાળા સંચાલકોને પણ સુચના અપાઈ હતી. તેમ છતાં ઘણી જગ્યાએ સગીર વયના બાળકો વાહન ચલાવતા જોવા મળતા પોલીસે કડક પગલાં ભર્યા છે.

📍 ચેકિંગ દરમિયાન ડિટેઇન થયેલા વાહનોની વિગતો:

  • જુનાગઢ શહેર ડિવીઝનઃ 90 વાહનો

  • જુનાગઢ ગ્રામ્ય ડિવીઝનઃ 23 વાહનો

  • વિસાવદર ડિવીઝનઃ 06 વાહનો

  • કેશોદ ડિવીઝનઃ 10 વાહનો

  • માંગરોળ ડિવીઝનઃ 18 વાહનો

👉 કુલ ડિટેઇન વાહનોઃ 147

પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સગીર વયના બાળકો દ્વારા લાઇસન્સ વગર વાહન ચલાવવું માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી પરંતુ તેમની તથા અન્ય લોકોની જીંદગી માટે ગંભીર જોખમ પણ છે.

👮‍♂️ જાહેર જનતાને અપીલ:
“તમારા બાળકની જીંદગી અમૂલ્ય છે. તેમને વગર લાઇસન્સ વાહન ચલાવવા ન આપો. જો ભવિષ્યમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા મળી આવશે તો માત્ર બાળક વિરૂદ્ધ જ નહીં પરંતુ તેમના વાલી વિરૂદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”


📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ