જુનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલીયા હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નો અને તેમના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે નાગરિક સેવાઓ અને લોકસેવા સંબંધિત તમામ કામગીરી સરકારની જોગવાઈઓ અને નિયમો અનુસાર સમયમર્યાદામાં પૂર્ણ થવી જોઈએ.

ગામડાઓમાં તમામ માહિતી સરળતાથી મળી રહે, તે માટેના પ્રયત્નો કરવા પણ સૂચના આપવામાં આવી.

હાલમાં ચાલી રહેલા ચોમાસાના પગલે, માર્ગ મરામતના કાર્યોને વધુ પ્રાથમિકતા આપવાની અને તેને લઈને ઝુંબેશ યથાવત રાખવાની વાત પુષ્ટિ કરવામાં આવી.

માંગરોળ નગરપાલિકાના પ્રમુખની રજૂઆત બાદ ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ