જુનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી.
જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા શ્રી પંકજભાઈ ભીમાણીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે, તારીખ 12 મે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની જૂનાગઢ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, સીડીએમઓશ્રી ડૉ. પાલા લાખણોત્રા, આર.એમ.ઓ. શ્રી, તેમજ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટશ્રી હેમલત્તા પટેલ, એ.એન.એસ. વિગેરે એ હાજરી આપેલ હતી.
*નર્સિંગ દિવસની ઉજવણી ખૂબ જ સાદગી પૂર્વક ઉજવવામાં આવી હતી
જેમાં હોસ્પિટલમાં દાખલ થયેલ સગર્ભા મહિલાઓને તથા દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે તબીબી અધિકક્ષશ્રી ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે નર્સિંગ સ્ટાફની કામગીરી ને બિરદાવી હતી. અને વિશેષમાં હોસ્પિટલમાં રંગોળીની સ્પર્ધા કરવામાં આવેલ હતી. આ ઉજવણી માં જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલના તબીબશ્રીઓ, વહીવટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીશ્રીઓ સહિતના સ્ટાફે હાજરી આપી હતી.
અહેવાલ :-જગદીશ યાદવ (જૂનાગઢ)