જુનાગઢ જીલ્લાના માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી ઇદ ને લઈ શાંતિ સમિતિ ની બેઠક મળી.

જુનાગઢ

જુનાગઢ જીલ્લાના માંગરોળ શહેર પોલીસ સ્ટેશન ખાતે CPI સમીર મંધરા ની અધ્યક્ષતામાં આગામી સમયમાં આવનાર બકરી ઈદના તહેવાર ને ધ્યાને લઈ શાંતિ સમિતિ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું,હિન્દુ મુસ્લિમ આગેવાનની ઉપસ્થિતીમાં આગામી તહેવારોને લઈ કાયદા વ્યવસ્થા ના કેટલાક સુચનો સહીતની અલગ અલગ ચર્ચાઓ કરાઈ. પોલીસે આગામી ઈદ સહીતના તહેવારો ને શાંતિ સલામતી થી ઉજવવા અપીલ કરી હતી,
આ બેઠક માં CPI સમીર મંધરા, ઇન્ચાર્જ પીએસઆઇ ચુડાસમાં સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના અગણીઓ ઊપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)