જુનાગઢ દોલતપરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હાને એ.ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ડીટેક્ટ કર્યો છે. ચોરીમાં ગયેલ સોના તથા ચાંદીના દાગીના સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાંજડીયા તથા એસપી શ્રી સુબોધ ઓડેદરા દ્વારા મિલકત વિરૂદ્ધના ગુન્હાઓ – ખાસ કરીને ચોરી, લૂંટ અને ઘરફોડ જેવી ઘટનાઓ અંગે સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ માર્ગદર્શન હેઠળ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.કે. પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોડે ઝડપી કામગીરી હાથ ધરી હતી.
ફરીયાદી અંજુબેન હરેશભાઈ હરિયાણીના મકાનમાંથી રૂ. ૨૦,૫૦૦ના સોના-ચાંદીના દાગીના તથા રૂ. ૧,૦૦૦ રોકડ રકમની ચોરી થયેલી. આ અનડિટેક્ટ ગુન્હાની તપાસ દરમ્યાન એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા તથા પોલીસ કોન્ટેબલ કલ્પેશભાઈ ચાવડાને હ્યુમન તથા ટેક્નિકલ સોર્સ દ્વારા બાતમી મળતાં કિરણ કાળુભાઈ પરમાર (ઉંમર ૨૮, દોલતપરા)ને જી.આઈ.ડી.સી. ગેટ પાસે કાપડની થેલી સાથે ઝડપી લેવાયો હતો.
તપાસ દરમ્યાન આરોપી પાસેથી કબ્જે કરાયેલ મુદામાલઃ
સોનાની બાલી – ૧ નંગ (કિંમત રૂ. ૪,૦૦૦)
સોનાના દાણા – ૧ નંગ (કિંમત રૂ. ૧,૦૦૦)
ચાંદીના કડા – ૨ નંગ (કિંમત રૂ. ૨,૫૦૦)
ચાંદીના સાકળા – ૨ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦)
ચાંદીના ગણપતિ પ્રતિમા – ૨ નંગ (કિંમત રૂ. ૨,૫૦૦)
ચાંદીની તુલસી – ૧ નંગ (કિંમત રૂ. ૫૦૦)
કુલ મૂલ્ય આશરે રૂ. ૨૦,૫૦૦ના મુદામાલ સાથે આરોપી ઝડપાયો છે. આરોપીનો એમ.ઓ. રહેણાંક વિસ્તારોમાં બંધ મકાનના દરવાજા તથા તાડું-નકુચો તોડી ચોરી કરવાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. આર.કે. પરમાર સાથે એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા, પંકજભાઈ સાગઠીયા, પો.હેડ.કોન્સ. તેજલબેન સિંધવ, પો.કોન્સ. જીગ્નેશભાઈ શુકલ, કલ્પેશભાઈ ચાવડા, વિક્રમભાઈ છેલાણા, જયેશભાઈ કરમટા, અજયસિંહ મહીપતસિંહ, નીતિનભાઈ હીરાણી, નરેન્દ્રભાઈ બાલસ તથા જુવાનભાઈ લાખણોત્રા સહિતના પોલીસ કર્મચારીઓએ સુંદર કામગીરી કરી છે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ