જુનાગઢ દોલતપરા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો – રૂ. ૧૦,૦૦૦ના મુદામાલ સાથે બે આરોપી ઝડપાયા.

જુનાગઢ, તા.૩૧/૦૮/૨૦૨૫ : જુનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં બનેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા એ.ડી.વિઝન પોલીસ સ્ટેશનની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રૂ.૧૦,૦૦૦ના ચોરી ગયેલ મુદામાલ કબજે કરાયો છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. તેના અનુસંધાનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ.ડી.વિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.કે. પરમારના સુકાનમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદી રાજીવભાઈ દેવસીભાઈ રાતીયાની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી લોખંડના સ્લેબ ભરવાના ચોકા (નંગ-૭) તથા લોખંડની રીંગો મળી કુલ રૂ.૧૦,૦૦૦નો મુદામાલ ચોરી ગયો હતો. ગુનાની તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કોડને બાતમી મળી હતી કે આરોપીઓ દોલતપરા માર્કેટયાર્ડ રોડ પાસે મુદામાલ વેચવા આવ્યા છે. પોલીસ ટીમે તાત્કાલિક દોડી જઈ બંને શખ્સોને મુદામાલ સાથે ઝડપ્યા.

પકડાયેલા આરોપીઓનાં નામ:
૧. રાજુ ખોડાભાઈ પરમાર (ઉંમર ૩૦, રહે. સક્કરબાગ આંગણવાડી પાસે, જુનાગઢ)
૨. નવઘણ ખોડાભાઈ પરમાર (ઉંમર ૨૫, રહે. સક્કરબાગ આંગણવાડી પાસે, જુનાગઢ)

જપ્ત કરાયેલ મુદામાલ:

  • સ્લેબ ભરવાના નાના મોટા ચોકા નંગ-૭

  • લોખંડ બાંધવાની રીંગો
    કુલ કિંમત: રૂ. ૧૦,૦૦૦

સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:
પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એએસઆઇ બી.એ. રવૈયા, એએસઆઇ પંકજભાઈ સાગઠીયા, પો.હેડકોન્સ. તેજલબેન સિંધવ, એસ.બી. રાઠોડ, પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા, વિક્રમભાઈ છેલાણા, જયેશભાઈ કરમટા, જીગ્નેશભાઈ શુકલ, નરેન્દ્રભાઈ બાલસ તથા જુવાનભાઈ લાખણોત્રા – સૌએ મળીને સફળ કામગીરી આંજવી હતી.

પકડાયેલા આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસ હેડકોન્સ. એસ.બી. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ