જુનાગઢ નરસિંહ તળાવ ની કામગીરી દરમ્યાન સ્થળ નિરીક્ષણ કરાયું

જૂનાગઢ
જૂનાગઢ મહા નગરપાલીકા ના મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર તથા સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા દ્વારા જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમ્યાન લગત એજન્સી મે. દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપની-ગાંધીનગરને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરેલ,જેમાં તળાવના ફેઈઝ-૧ હેઠળ ડેવલોપમેન્ટ કરવાના થતાં પ્રોજેક્ટ કોમ્પોનેન્ટ જેવા કે, આઈલેન્ડ, સલોપ્ડ એમ્બેકમેન્ટ, વોક-વે, એક્સેસ ઘાટ, વ્યૂઈંગ ડેક, ઈલેક્ટ્રીકલ લાઈટ પોલ, ઇનલેટ તથા આઉટલેટ સ્ટ્રક્ચર, ટોઇલેટ બ્લોક, ગ્રિલ વિગેરે સ્થળો પર રૂબરૂ નિરીક્ષણ કરેલ

મેયરશ્રી ગીતાબેન પરમાર તથા સ્થાયી સમિતિના ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટ ની ચાલુ કામગીરી દરમ્યાન સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.

હાલ તળાવ માં આશરે 250 જેટલા માણસો, 4 હિટાચી, 8 જે.સી.બી , 8 ટ્રેકટર તથા 8 ટ્રક હાલ કાર્યરત છે હાલ તળાવની ફેઈઝ-1 ની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે તેમ મનપા ની એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)