જુનાગઢ જિલ્લા પોલીસના નેત્રમ વિભાગ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત મજબૂત technically surveillance અને CCTVના ઉપયોગથી ખોવાયેલા મોબાઈલ, રોકડ રકમ, દવાઓ, દસ્તાવેજો અને સાયકલ સહિત કુલ રૂ. 2,21,400/- નો મુદામાલ શોધીને મૂળ માલિકોને તાત્કાલિક પરત અપાવવામાં આવ્યો છે.
આ કામગીરી જુનાગઢ રેન્જના IG શ્રી નિલેશ જજાડીયા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને D.Y.S.P. મુખ્ય મથક એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ અને ટીમે સફળતાપૂર્વક આંચકી છે.
આ અભિયાનમાં જુનાગઢ, રાજકોટ, મહેસાણા, કુતીયાણા અને નેપાળ સુધીના અરજદારોના ખોવાયેલા સામાનને શોધી પરત આપવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મુદ્દામાલ નીચે મુજબ છે:
કુલ 5 મોબાઇલ ફોન,
દવાઓ અને હોસ્પિટલ ડોક્યુમેન્ટસની ફાઇલ,
સાયકલ, ગ્રાઇન્ડર મશીન, રોકડ રકમ અને બેગ,
કુલ 10 અરજદારોને તેમના મૂલ્યવાન સામાન પરત અપાયો.
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે, નેપાળના નિવાસી ઇન્દ્રસિંહ માનસિંહ ભંડારીનો પણ મોબાઇલ ફોન પરત આપીને જુનાગઢ પોલીસએ આંતરરાષ્ટ્રીય સદભાવના દર્શાવી છે.
આ કામગીરીમાં મુખ્યપણે PSI પ્રતિક મશરૂ સાથે હેડ કોન્સ. રામસિંહ ડોડીયા, પો.કો. નરેન્દ્ર દયાતર, વિજય છૈયા સહિત રૂપલબેન છૈયા, શિલ્પાબેન કટારીયા, અંજનાબેન ચવાણ, મિતલબેન ડાંગર, એન્જિ. રીયાઝ અંસારી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ કાર્યવાહીથી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને હકીકત બનાવી નેત્રમ શાખાએ પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કર્યો છે.
તમામ અરજદારો દ્વારા પુનઃમેળવાયેલ મુદામાલ બદલ જૂનાગઢ પોલીસનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ