જુનાગઢ પોલીસ અધિક્ષકની પ્રેરણાથી માંગરોળ શહેરમાં માનવતાની મહેક કેન્દ્રનો પ્રારંભ..

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પોલીસ વિભાગ અને શહેરીજનોના શહયોગ દ્રારા માનવતાની મહેક નામે સોપાન કામનાથ રોડ પર આવેલ પોલીસ ચોકીની જગ્યાએ શરુ કરાયું, જેનુ ઉદ્ગાટન જીલ્લા પોલિસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા તેમજ મામા સરકાર હસ્તે રીબીન કાપી આ કેન્દ્ર ખુલ્લુ મુકાયું,
આ તકે સામાજિક રાજકીય આગેવાનો,હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહીયા હતા,

લોક ઉપયોગી માનવતાની મહેકમા શહેરીજનો દ્રારા પોતાની બીન જરુરી ચીજ વસ્તુઓ જેવા કે કપડા,ચપ્પલ, બુટ,ચોપડાઓ બાળકોના રમકડાં જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે, જેથી જરુરીયાતમંદો અહિયાં આવી સન્માન પૂર્વક પોતાની ઉપયોગીતા પુર્ણ કરી શકે, આ માનવતાની મહેક માંગરોળની જનતાએ શરૂ કર્યુ છે અને ભવિષ્યમાં માંગરોળની જનતાને જ ઉપયોગી થશે આ કેન્દ્રનું વ્યવસ્થા રુપે પોલીસ વિભાગ દેખરેખ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબે જણાવ્યું હતું,

માનવતાની મહેક કેન્દ્રના ઉદ્ગાટન સંદર્ભે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠીયા, રાજભા મામા સરકાર, માંગરોળ ડીવાયએસપી કોડીયાતર, પુર્વ ડી વાય એસ પી બી ડી વાઘેલા, દાસારામ બિલ્ડર જુનાગઢના અરવિંદભાઈ, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મો. હુશેન ઝાલા, ભાજપ કોંગ્રેસ આગેવાનો હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માંગરોળ માળીયા તાલુકાના પોલીસ વિભાગના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીયા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોષી એ કર્યું હતું.

રીપોર્ટર/ પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)