જુનાગઢ પોલીસ વિભાગ અને એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા આયોજિત મેગા હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.

જૂનાગઢ

જુનાગઢ પોલીસ વિભાગ અને એચસીજી હોસ્પિટલ્સ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં મેગા હેલ્થ ચેક અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભમાં ઇન્ચાર્જ એસપી.શ્રી ઠક્કર સર ડીવાયએસપીશ્રી પટણી સર અને ડીવાયએસપીશ્રી ધાંધલિયા સર ઉપસ્થિત રહ્યા હતા. એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના સીઈઓ ડૉ. સુરજ નાથ પણ ઉદ્ઘાટન સમારંભમાં જોડાયા હતા

આ કેમ્પમાં 1129 થી પણ વધુ પોલીસ સ્ટાફ અને તેમના પરિવારના સભ્યોએ લાભ લીધો હતો, કેમ્પ 27 જુલાઈથી શરૂ થઈને 3 દિવસ માટે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ડૉ. નિકુંજ, ડૉ. કશ્યપ, ડૉ. રવીરાજ, ડૉ. મયંક અને સ્ટાફ નર્સ સોનલ અને સમીર દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ બધુંજ આયોજન જુનાગઢના એસપી.શ્રી હર્ષદ મહેતા સર ડીવાયએસપી.શ્રી પટણી સર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ. માર્કેટિંગ ટીમના શ્રી પ્રભુદાસ જાજલ, ભાર્ગવ ગોહેલ, હિરેન બુચ અને અતુલ ગગલાણી એ આ કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)