જુનાગઢ બી ડિવિઝન પોલીસની મોટી સફળતા: આરોપીઓ પકડી પાડ્યા

જુનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા તલવાર અને લોખંડના પાઇપોથી જીવલેણ હુમલો કરનારા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડવામાં સફળતા મળી છે. આ હુમલો, સાગરભાઇ મહેશભાઇ બારૈયા અને અન્ય લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપીને, તલવાર, પાઇપ અને ધોકાના માધ્યમથી કરાયો હતો.

જિલ્લા પોલીસ મહાનીરીક્ષક નીલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ની માર્ગદર્શન હેઠળ, બી ડિવિઝન પોલીસ ના સ્ટાફે આ ગુન્હો સંબધિત આરોપીઓની તરત પુષ્ટિ કરી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે, આરોપીઓને ઝડપ્યા.

આ ગુન્હો કાયદાની કલમ-૧૦૯, १८૯(૨), १९१(૧), २९६(બી) અને જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાંના ધર્મેશ સોલંકી, રોહીત સોલંકી, ભનુભાઈ સોલંકી, અને અજય સોલંકી સહિત આઠ આરોપીઓને પકડવામાં આવ્યા છે.

પોલીસની ટીમે, જેમાં પોલીસ ઇન્સ. એ.બી. ગોહીલ, પોલીસ સબ ઇન્સ. વી.કે. ઝાલા, વિપુલભાઇ રાઠોડ, અને ધીરજદાન ગઢવી સહિતની ટીમે કામગીરી કરી, આ ફરિયાદીના કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ